વડોદરાના માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
વડોદરાના માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
Published on: 24th June, 2026

વડોદરા શહેરમાં જુગાર પ્રવૃત્તિ ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર અલવાનાકા શાક માર્કેટ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા પાંચ જુગારીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડા ૩,૧૨૦ રૃપિયા કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આજવારોડ એકતાનગરમાં પણ બાપોદ પોલીસે છ જુગારીઓને ઝડપી ૨,૮૦૦ રૃપિયાની મતા જપ્ત કરી છે. પોલીસે કુલ ૧૧ જુગારીઓ પાસેથી ૫,૯૨૦ રૃપિયા કબજે કર્યા છે.