ભાવનગરના બોરતળાવ પાસે પિતા-પુત્ર અને ભત્રીજી પર બે શખ્સોનો હુમલો
ભાવનગરના બોરતળાવ પાસે પિતા-પુત્ર અને ભત્રીજી પર બે શખ્સોનો હુમલો
Published on: 29th September, 2026

નશો કરેલી હાલતમાં ગાળો બોલતા બે શખ્સોને યુવકે ના પાડતા તેમણે પિતા-પુત્ર અને ભત્રીજી પર હુમલો કર્યો. ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં હુમલાખોરોએ ઈંટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. લોકોનું ટોળું એકઠું થતાં બંને આરોપીઓ પોતાની કાર મુકીને ફરાર થઈ ગયા. રત્નકલાકાર યુવાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.