બે પાડોશીઓના ઝઘડામાં પિતા-પુત્રી પર ચાર શખ્સોનો હિચકારો હુમલો
બે પાડોશીઓના ઝઘડામાં પિતા-પુત્રી પર ચાર શખ્સોનો હિચકારો હુમલો
Published on: 08th September, 2026

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં દીકરીને માર મારવા બાબતે સમજાવવા ગયેલા પિતા પર ચાર શખ્સોએ લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલાખોરોએ બે કારના કાચ તોડી રૂ.30 હજારનું નુકસાન કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પિતા-પુત્રી અને મોટાભાઈને પણ ઇજાઓ થઈ હતી.