આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા
આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા
Published on: 08th June, 2026

સાયબર ફ્રોડ માટે મામૂલી રકમ લઇ પોતાના બેંક ખાતા ભાડે આપનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુના દાખલ થયા બાદ હવે બીજા તબક્કામાં પણ ગુના દાખલ કરાવવાનું શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લામાં કુલ ૮ ગુના દાખલ થયા છે. જેમાં કુલ ૧૬ આરોપીઓમાંથી ૯ની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ૮ ગુનામાં સંડોવાયેલા ૧૬ શખ્સોના ૮ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૧.૭૮ કરોડ જમા થયા હતા. જે અંગે દેશભરમાંથી ૫૦ અરજીઓ મળી હતી.