વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો ભયાનક અકસ્માત
વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો ભયાનક અકસ્માત
Published on: 08th June, 2026

વડોદરાના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના ત્રણ શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. સેલવાસથી રાજસ્થાનના ખાટુ શ્યામ જઈ રહેલી કારને પાછળથી આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં અન્ય 4-5 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.