જૂનાગઢ મેડિટેશન કેમ્પમાં 51 વર્ષીય આધેડે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
જૂનાગઢ મેડિટેશન કેમ્પમાં 51 વર્ષીય આધેડે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
Published on: 30th July, 2026

ભાવનગરના 51 વર્ષીય ઋષિકેશ કિરીટ વ્યાસ નામના આધેડે જૂનાગઢ મેડિટેશન કેમ્પમાં સંપર્કમાં આવેલી માધવપુરની 22 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. જૂનાગઢ અને રાજકોટની હોટલોમાં યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.