જુનાગઢની સોમનાથ સોસાયટીમાં જુગારધામ પર DIGP ટીમનો દરોડો
જુનાગઢની સોમનાથ સોસાયટીમાં જુગારધામ પર DIGP ટીમનો દરોડો
Published on: 22nd July, 2026

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં સોમનાથ સોસાયટી સ્થિત એક મહિલાના ઘરે ચાલી રહેલા જુગારધામ પર DIGP ટીમે સફળ દરોડો પાડ્યો. આ રેઇડ દરમિયાન, જુગાર રમતી 4 મહિલાઓ અને 4 પુરુષો સહિત કુલ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ₹52,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.