અમરેલીના રાજુલામાં 60 વર્ષીય વૃદ્ધ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
અમરેલીના રાજુલામાં 60 વર્ષીય વૃદ્ધ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
Published on: 15th July, 2026

અમરેલી જિલ્લામાં નશાના કારોબારને ડામવા એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે. રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 2.50 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ રાજુલાના બીડીકામદાર વિસ્તારમાં 60 વર્ષીય મથુર શિયાળના મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો. પ્રાથમિક તપાસમાં 5 કિલો ગાંજો મળ્યો, જેની કિંમત આશરે 2.50 લાખ રૂપિયા છે. એસ.ઓ.જી. ટીમે મથુર શિયાળ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.