અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, ફૂડ સેફ્ટી પર સવાલ.
અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, ફૂડ સેફ્ટી પર સવાલ.
Published on: 16th May, 2026

અમદાવાદમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.