અમદાવાદના સેટેલાઈટ GST ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં ચોરી
અમદાવાદના સેટેલાઈટ GST ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં ચોરી
Published on: 08th September, 2026

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં જીએસટી ઈન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.62 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી છે. સ્વયંભૂ એપાર્ટમેન્ટમાં ઘૂસીને ચોર ટોળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીને ફરાર થઈ ગઈ હતી. જીએસટી ઈન્સ્પેક્ટર નિરવ દરજી અને તેમની પત્ની પ્રિયંકાબહેન દરજી, જેઓ DEO કચેરીમાં જુનિયર ક્લાર્ક છે, તેમના મકાનમાં આ બનાવ બન્યો હતો. પ્રિયંકાબહેન દરજીએ સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.