થલતેજમાં હોસ્પિટલમાં તસ્કરનો હાથફેરો
થલતેજમાં હોસ્પિટલમાં તસ્કરનો હાથફેરો
Published on: 08th September, 2026

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક હોસ્પિટલમાં મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કરી 99,000 રૂપિયા રોકડાની ચોરી કરી લીધી. અજાણ્યો શખસ દવાની બારીમાંથી ઘૂસી, કાતર વડે ડ્રોવરનું તાળું તોડી આ ચોરીને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરના પતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.