અમદાવાદમાં મેડિકલ પ્રવેશના નામે 22.75 લાખની છેતરપિંડી
અમદાવાદમાં મેડિકલ પ્રવેશના નામે 22.75 લાખની છેતરપિંડી
Published on: 10th October, 2026

અમદાવાદ શહેરમાં મેડિકલ કોલેજમાં MBBS માં એડમિશન અપાવવાના નામે એક ગેંગે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે રૂ. 22.75 લાખની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ 40 લાખ રૂપિયામાં સીટ અપાવવાની લાલચ આપી હતી અને વિશ્વાસ સંપાદન કર્યા બાદ ટુકડે-ટુકડે રકમ પડાવી લીધી હતી. બાદમાં, પ્રવેશના બોગસ દસ્તાવેજો બનાવીને ફરિયાદીને આપ્યા હતા. દસ્તાવેજોની ચકાસણીમાં છેતરપિંડી બહાર આવતાં પીડિતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગોપાલ ભારદ્વાજ અને પંકજ રાજપૂત નામના બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.