જામનગરના જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી
જામનગરના જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી
Published on: 30th September, 2026

જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચના બાદ ખાણ-ખનીજ વિભાગે ખનિજ વહન અંગે સઘન તપાસ હાથ ધરી. જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ પાસે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા ચાર ડમ્પર, જ્યારે પડાણા સર્કલ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર મળી કુલ છ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા. આ કાર્યવાહીમાં આશરે રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો. નિયમોનુસાર વધુ કાર્યવાહી હાથ ધરાઈ.