પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર-પુત્રવધૂનો કોઈ અધિકાર નથી
પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર-પુત્રવધૂનો કોઈ અધિકાર નથી
Published on: 30th September, 2026

અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત વિવાદના એક કેસમાં સિનિયર સિટીઝન પિતાને મોટી રાહત આપતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ કાનૂની અધિકાર નથી. કોર્ટે પિતાની તરફેણમાં ચુકાદો આપતા પુત્ર અને પુત્રવધૂને 90 દિવસની અંદર ઘરનો કબ્જો ખાલી કરીને પિતાને સોંપી દેવાનો આદેશ કર્યો છે. પિતાને પોતાની સ્વ-ઉપાર્જિત મિલકતમાંથી પુત્ર અને પુત્રવધૂને બહાર કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે.