‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં પોલીસની માંગી માફી
‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં પોલીસની માંગી માફી
Published on: 08th September, 2026

જામનગર શહેરમાં દારૂબંધીની અમલવારી અને પોલીસની કામગીરીને પડકારતો વીડિયો વાયરલ કરનાર સદામહુશેન ખીરાના હવે સૂર બદલાયા છે. અગાઉ તેણે શંકરટેકરી વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે તેવી વાતો કરતો વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે તેને 13 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરી. આરોપીએ કબૂલ્યું કે તે દારૂના નશામાં હતો અને આ પ્રકારનો વીડિયો બનાવ્યો હતો, તેમજ પોલીસની માફી માંગી છે.