કલાલી ગામે  યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
Published on: 13th June, 2026

વડોદરા થોડા દિવસ પહેલા કલાલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખી યુવકની હત્યા કરીને ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. માંજલપુર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના પુજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ GIDC માં કામ કરે છે. ગત તા. ૨૯-૦૪-૨૦૨૬ ના રોજ અમદાવાદ દહેગામમાં લગ્ન પ્રસંગમાં દર્શન મારવાડીએ એક મહિલાનો હાથ પકડી લઇ છેડતી કરી હતી. તે બાબતે દર્શન મારવાડીને સમાજમાં નીચું જોવાનું થયું હતું. જેની અદાવત રાખી ગત ૩જી તારીખે હું અને મારા પતિ એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા હતા. તે સમયે દર્શન મારવાડીએ ચાકૂથી હુમલો કરી મારા પતિની હત્યા કરી હતી.