પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
Published on: 13th June, 2026

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલ તાલુકાના સાથરોટા ગામ ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પ્રખ્યાત સાંસ્કૃતિક વન વિરાસત વનની પણ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિપથ યાત્રાના ભાગરૂપે આ શિબિર યોજાઈ હતી. જેમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અને સહાય અર્પણ કરાયા હતા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.