8માં પગાર પંચમાં કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં 65% વધારાની શક્યતા
8માં પગાર પંચમાં કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં 65% વધારાની શક્યતા
Published on: 08th July, 2026

8માં પગાર પંચની રચના સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં વધારાની શક્યતાઓ વધી રહી છે. કર્મચારી સંગઠનો દ્વારા ફુગાવા અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને પગાર વધારવાની માંગ કરવામાં આવી રહી છે. જો લેવલ-1 કર્મચારીઓની 4 મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવે, તો તેમના કુલ માસિક પગારમાં 65% સુધીનો નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. આ માંગણીઓમાં ફેમિલી યુનિટમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, HRA અને TAમાં જંગી વધારો, તેમજ DAને બેઝિક સેલેરીમાં મર્જ કરવાનો સમાવેશ થાય છે.