ઈ-ધરા કેન્દ્રમાં આધારકાર્ડ સુધારા બંધ
ઈ-ધરા કેન્દ્રમાં આધારકાર્ડ સુધારા બંધ
Published on: 07th October, 2026

જામનગરના ઈ-ધરા કેન્દ્રમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી અડધી ઠપ્પ થતાં સેંકડો અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે. નામ, સરનામા, જન્મતારીખના સુધારા સંપૂર્ણપણે બંધ હોવાથી નાગરિકોમાં રોષ છે. માત્ર ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર બદલવાની મર્યાદિત કામગીરી ચાલી રહી છે. સરકારી યોજનાઓ, શાળા-કોલેજ અને બેંકિંગ માટે આ સુધારા આવશ્યક હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. મુખ્ય સુધારા ન થવાથી કચેરી ખાતે કર્મચારીઓ અને અરજદારો વચ્ચે રોજ ઘર્ષણ સર્જાઈ રહ્યું છે.