જામનગરમાં ચાની હોટલની માથાકૂટ બાદ કારને ટક્કર મારી યુવકની હત્યા
જામનગરમાં ચાની હોટલની માથાકૂટ બાદ કારને ટક્કર મારી યુવકની હત્યા
Published on: 11th October, 2026

જામનગરમાં નુરી ચોકડી પાસે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું, જે પાછળથી હત્યાનું કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં ચાની હોટલ પર થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને આઈ-૨૦ કારને થાર જીપથી ટક્કર મારી અફઝલ રહીમભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે હાજી અયુબ ખફી, ઇમ્તિયાઝ ઇકબાલ ખફી અને એક અજાણ્યા શખ્સ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.