પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ, ફરિયાદ નોંધાઈ
પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ, ફરિયાદ નોંધાઈ
Published on: 08th September, 2026

જામનગરના મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતા મહિલાનો આરોપ છે કે પતિની દારૂ પીવાની કુટેવને કારણે ઝઘડા થતા અને મારકૂટ થતી. સાસુ-સસરા પણ પતિનો સાથ આપી તેમજ મેણાં-ટોણાં મારી ત્રાસ આપતા હતા. અગાઉ પણ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ સમાધાન ન થતાં આખરે પરિણીતાએ કાયદેસર ફરિયાદ દાખલ કરાવી છે.