મોબાઈલમાં સોફ્ટવેર અપડેટના લખાણ બાદ રૂ.89,522 ની સાયબર છેતરપિંડી
મોબાઈલમાં સોફ્ટવેર અપડેટના લખાણ બાદ રૂ.89,522 ની સાયબર છેતરપિંડી
Published on: 30th September, 2026

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર રહેતા 52 વર્ષીય નિવૃત્ત અનિલ હેમનાની સાથે મોબાઈલમાં સોફ્ટવેર અપડેટનું લખાણ આવ્યા બાદ રૂ.89,522 ની સાયબર છેતરપિંડી થઈ હતી. આ ઘટનામાં તેમના મોબાઇલ ફોન હેક થઈ ગયા બાદ ગૂગલ પે ખાતામાંથી ‘સાઇસ્તા ડુ સાગીર’ યુઝર આઈડી પર ત્રણ વખત નાણાકીય વ્યવહાર થયા હતા. નાણાં ઉપડી ગયાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.