વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે વાહન ચાલક અને ટોઇંગ સ્ટાફ વચ્ચે ઝપાઝપી
વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે વાહન ચાલક અને ટોઇંગ સ્ટાફ વચ્ચે ઝપાઝપી
Published on: 29th September, 2026

સંગમ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર ટોઇંગ કરતી વખતે વાહન ચાલક અને ટોઇંગ ક્રેનના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. વાહન ચાલકનો દાવો હતો કે તેનું વાહન સફેદ પટ્ટાની અંદર જ પાર્ક હતું, જ્યારે ટ્રાફિક પોલીસ તેની વિરુદ્ધ હતી. સ્થાનિક લોકોની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો. વારસિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી, અને હાલ બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી છે. આ ઘટનામાં વાહન ટોઇંગ કરતા પહેલા ફોટા લેવાયા ન હતા, જે આવા વિવાદોનું કારણ બન્યું.