વડોદરાના જાહેર રોડ પર ગેરકાયદે મંડપ બાંધી ચકડોળ ઊભું કરનાર 4 સામે ગુનો દાખલ.
વડોદરાના જાહેર રોડ પર ગેરકાયદે મંડપ બાંધી ચકડોળ ઊભું કરનાર 4 સામે ગુનો દાખલ.
Published on: 08th September, 2026

વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક જાહેર રોડ પર પરવાનગી વગર મંડપ બાંધી ચકડોળ ઊભું કરવાના મામલે પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. રાહદારીઓ અને વાહનવ્યવહારને અડચણરૂપ બનતી પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ થતાં સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ દ્રશ્ય જોયું. ચકડોળ માટે મંડપ બાંધવામાં આવી રહ્યો હતો અને પૂછપરછ કરતાં કોઈપણ પ્રકારની મંજૂરી ન હોવાનું સામે આવ્યું. પોલીસે પંડાલનો સામાન જપ્ત કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.