કાલોલના ખેડૂત સહિત ૧૧ રોકાણકારો, DMM કેપિટલના ભાગીદારો સામે ૧.૧૮ કરોડની ઠગાઇની ફરિયાદ
કાલોલના ખેડૂત સહિત ૧૧ રોકાણકારો, DMM કેપિટલના ભાગીદારો સામે ૧.૧૮ કરોડની ઠગાઇની ફરિયાદ
Published on: 29th September, 2026

નડિયાદ સ્થિત DMM કેપિટલ નામની કંપનીમાં ઊંચા વળતરના લાલચ આપી કાલોલના અલવા ગામના ખેડૂત સહિત કુલ ૧૧ રોકાણકારો સાથે ૧.૧૮ કરોડ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે. કંપનીના ત્રણ ભાગીદારો, દિનેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ, પૃથ્વી વિજય શર્મા અને જીતેષ ગોવિંદભાઈ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસ સંપાદિત કરી રકમ લીધી અને બાદમાં ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.