અમદાવાદની ખાનગી બસમાં 100 કિલો ચાંદી ઝડપાઈ.
અમદાવાદની ખાનગી બસમાં 100 કિલો ચાંદી ઝડપાઈ.
Published on: 17th May, 2026

અમદાવાદના ગીતા મંદિર પાસેથી SGST વિભાગે ખાનગી બસમાંથી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો. મોટાભાગના જથ્થાના કોઈ બિલ કે દસ્તાવેજો મળ્યા નથી. મળતી માહિતી અનુસાર, સ્ટેટ GSTની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો.