ચોટીલા પાસે જાનીવડલાનો યુવાન ગેરકાયદેસર પીસ્ટલ સાથે ઝડપાયો
ચોટીલા પાસે જાનીવડલાનો યુવાન ગેરકાયદેસર પીસ્ટલ સાથે ઝડપાયો
Published on: 05th August, 2026

ચોટીલા નજીક સોમેશ્વર સોસાયટી પાસે પોલીસે ગેરકાયદેસર હથિયાર અંગેની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં જાનીવડલા ગામનો 38 વર્ષીય રણુ અનકભાઈ ખાચર પ કાર્ટીસ ભરેલી પીસ્ટલ સાથે ઝડપાયો હતો. તેની પુછપરછમાં ગેડીયા ગામનો અહેમદ સબરખાન મલેક પીસ્ટલ વેચાણથી દેવા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જે પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપીયા 25 હજારની પીસ્ટલ, કાર્ટીસ, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપીયા 60,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.