સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, વૃષભ રાશિની કારકિર્દીમાં પ્રગતિ થાય
સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, વૃષભ રાશિની કારકિર્દીમાં પ્રગતિ થાય
Published on: 22nd February, 2026

જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) મહેનતનું સારું પરિણામ મળે. વ્યાવસાયિક ક્ષેત્રમાં અને કારકિર્દીમાં પ્રગતિ સાથે પદોન્નતિ થઇ શકે. સંતાનની પ્રગતિ થઇ શકશે. આર્થિક સ્થિતિ મજબૂત બને. સાહસિક કાર્યો અને સટ્ટાકીય વેપારમાં ફાયદો થાય. તબિયત સુધરે. લેતી-દેતી કરવામાં સાવચેતી રાખવી. તા. 22-26-27 કાર્યતત્પરતા. તા. 24 મનોવેદના. વૃષભ (બ. વ. ઉ.) કાર્ય કરવામાં આનંદ ઊપજે. કારકિર્દીમાં પ્રગતિ થાય. વાણી, વ્યવહારમાં પ્રભાવ વર્તાશે. મુશ્કેલીઓ હળવી બને. અટકેલાં કાર્ય આગળ વધે. કોર્ટ-કચેરીના કેસમાં રાહત મળે. જીતનો માર્ગ મોકળો થાય. હરીફોને પડકાર આપી શકશો. તા. 24-25-28 વાક્ સિદ્ધિ ફળે. તા. 27 સંકટ જેવું લાગે. મિથુન (ક. છ. ઘ.) કાર્યોમાં ધારી સફળતા મળે. નોકરીમાં નવો અવસર મળશે. વ્યાવહારિક અને કાયદાકીય ગૂંચમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશો. રોગ-પ્રતિકારક શક્તિ વધે. નાણાકીય સ્થિતિ સુધરે. સ્થિર સંપત્તિ સંબંધી લાભ થાય. ઓચિંતા પડકારોનો સામનો કરવો પડે. તા. 23 હતોત્સાહ જેવું લાગે. તા. 26-27-28 અર્થપ્રાપ્તિ. કર્ક (ડ. હ.) દરેક કાર્યમાં થોડી અડચણો આવે, બાદમાં સફળતા પણ મળે. આર્થિક જરૂરિયાતો પૂરી કરવા સંઘર્ષ કરવો પડે. પાછળથી પસ્તાવાનો વારો ન આવે એટલે મહત્ત્વના નિર્ણયો ન લેવા. પગ અને દાંતની સમસ્યા નડી શકે છે. બને ત્યાં સુધી બેંક લોન ન લેવી. તા. 22-23-28 આત્મબળ તા. 26 અર્થનાશ. સિંહ (મ. ટ.) કારકિર્દીના ઘડતર માટે શુભ સમય છે. વ્યાવસાયિક કામકાજ અર્થે પ્રવાસ કરવો પડે. રોજગારીમાં ભાગીદાર સાથેના સંયુક્ત પ્રયત્નોથી નવું સાહસ કરી શકો. આવકમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સુધરે. ઊર્જાવાન બનશો. આવેશમય સંજોગો પ્રયત્નપૂર્વક ટાળવા. તા. 22 તંગદિલી અનુભવાય. તા. 24-25-26 પ્રવાસ થાય. કન્યા (પ. ઠ. ણ.) રમત ગમત તેમજ વ્યવસાયિક પ્રતિસ્પર્ધીઓને હંફાવવા જરૂરી બળ મળશે. આર્થિક મોકળાશ વધે. આકસ્મિક લાભ થાય. માન-સન્માન મળે. કૌટુંબિક સુખ વધે. વાહન સુખ મળશે. ખાવા-પીવાની અનિયમિતતાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય. તા. 23 આર્થિક સંકળામણ. તા. 26-27-28 શત્રુ વિજય. તુલા (ર. ત.) ટ્રેડિંગ અને સટ્ટાકીય વ્યાપારથી લાભ થાય. નફો વધી શકે. આર્થિક સ્થિતિ સદ્ધર બને. જીવનમાં આનંદ મળશે. પ્રેમ પ્રકરણમાં સફળતા મળે. વાતચીત કરવામાં આત્મવિશ્વાસ અને જુસ્સો વધશે. કામનું સારું વળતર મળે. પેટનાં દર્દોની પીડાથી સાચવવું. તા. 22 મનદુઃખ. તા. 23-28 સ્થિરતા. વૃશ્ચિક (ન. ય.) રોજગારલક્ષી તથા જાહેરજીવનના કામકાજ પ્રત્યે સમર્પણ વધે. પરિવર્તનનો સંકેત છે. યાત્રા-પ્રવાસથી લાભ થાય. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાય. ઓનલાઈન ટ્રેડિંગ વધશે. લગ્ન-વિવાહના સંજોગો ઊજળા બને. કોઈ પણ પ્રકારના લોભ-લાલચથી દૂર રહેવું. તા. 22-23 -4 પ્રગતિકારક. તા. 26 નિરર્થક સમય વેડફાય. ધન (ભ. ધ. ફ. ઢ.) નવી તક મળે. સાહસિક કાર્ય કરવાનો જુસ્સો બુલંદ બને. આર્થિક રોકાણ કરવાનો અવસર મળશે. પારિવારિક સંબંધોથી સુખ અનુભવાય. કાર્યોમાં સફળતા મળે. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિ થશે. બહારનું ખાવાનું ટાળવું. ચામડી અને ગરમીનાં દર્દથી પરેશાન થવાય. તા. 24-25-26 હર્ષોલ્લાસ. તા. 28 વ્યગ્રતા અનુભવાય. મકર (ખ. જ.) ધારેલા કાર્યમાં ફતેહ મળે. નવા કાર્યમાં પ્રવૃત્ત થવાના સારા યોગ છે. પરિવારનો સહયોગ મળશે. વડીલોપાર્જિત સંપત્તિના પ્રશ્નો ઉકેલી શકાય. શેરબજારમાં રોકાણ કરી શકાય. આંખ, દાંતની સમસ્યા ઊભી ન થાય તેની સાવચેતી રાખવી. તા.25 માનસિક વેદના અનુભવાય. તા. 26 -27-028 ભાગ્યવર્ધક. કુંભ (ગ. શ. સ.) ઘણાંબધાં કાર્યો એકસાથે સંભાળી શકશો. નાણાકીય ઊથલપાથલ સર્જાય. ગૂંચવાયેલા પ્રશ્નોનું સમાધાન મેળવી શકશો. ધારેલા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો. સંતાનની પ્રગતિ થઇ શકે. કૌટુંબિક એકતા જળવાય. વધુ પડતા વિચારોનું ભારણ, વાદ-વિવાદ અસ્થિરતા સર્જી શકે છે. તા. 22-23-28 ભાગ્યવર્ધક. તા. 24 અનિદ્રા. મીન (દ. ચ. ઝ. થ.) જાહેર સાહસોની લિક્વિડિટી વધે. કંપનીના કામે વિદેશ જવાનું થાય. શેરબજારથી લાભ. ઉદ્યોગ ગૃહોના આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધો વધે. પ્રશ્નોનું નિરાકરણ આવશે. કામકાજનું આયોજન કરી શકશો. વ્યાવસાયિક નુકસાનથી સાચવવું. અણધાર્યો ખર્ચ આવે. આરોગ્ય નરમ-ગરમ રહે. તા. 23-24-25 ઉત્સાહપ્રેરક. તા. 27 વ્યથા અનુભવાય.