સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, મિથુન, સિંહ રાશિની આર્થિક પ્રગતિ થશે
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) આર્થિક પ્રગતિમાં ભાગ્યનો સાથ મળશે. નાના-મોટા પ્રવાસ થાય. નાણાકીય સ્થિતિ ચઢાવવા ઉતરાવવાળી રહેશે. બચત કરવા પ્રયત્ન કરવો. ધંધાકીય ભાગીદારીમાં પરસ્પરનો સહયોગ. સારવાર, દવાઓ પાછળ ખર્ચ થાય. રાજકારણીઓએ ઉગ્રતા ઉપર કાબૂ રાખવો. તા. 15-16-21 ખુશીનો માહોલ રહે. તા. 20 ખર્ચ વધે. વૃષભ (બ. વ. ઉ.) સંપત્તિની લે-વેચથી ફાયદો થાય. આર્થિક બાબતે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નોકરિયાતોએ સાવચેત રહેવું. પોતાની પ્રતિભા સ્થાપિત કરવાની તક મળે. સંપર્કોથી ફાયદો થાય. વ્યવસાયમાં વર્ચસ્વ સ્થાપિત થશે. પોતાની તબિયતનો ખ્યાલ રાખવો. માનસિક તાણ વર્તાશે. તા. 15 મનોવેદના. તા. 17-18-19 આવકવૃદ્ધિ. મિથુન (ક. છ. ઘ.) જીવનમાં, કારકિર્દીમાં પ્રગતિ થાય. આર્થિક બાબતે સારો અવસર પ્રાપ્ત થાય. નોકરિયાતોને માન-સન્માન મળે. કાયદાકીય ક્ષેત્રમાં સફળતા મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે. જૂના ગુંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. આકસ્મિક ફાયદો થઇ શકે. વિનાકારણે ગભરામણ થાય. તા. 16 મનદુઃખ. તા. 19-20-21 લાભદાયક. કર્ક (ડ. હ.) સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓનો સામનો ધીરજ અને ખંતપૂર્વક કરશો તો ફતેહ તરફ આગળ વધી શકશો. નકારાત્મક વિચારોથી વાત-વિવાદ ઊભા થાય. કમર અને પગની તકલીફ સહન કરવી પડે. આકસ્મિક સમસ્યાઓ અને તકલીફોનો સામનો કરવો પડે. તા. 15-16-21 વ્યવસાયવૃદ્ધિ. તા. 18 વિઘ્નો આવે. સિંહ (મ. ટ.) પ્રગતિ સાથે લાભ મળશે. પ્રયત્નોનું સારું પરિણામ મળશે. વ્યાપાર-ધંધામાં બરકત આવશે. આર્થિક ક્ષેત્રે સારો ફાયદો થાય. ભાગીદારો સાથે મતભેદ ઊભા ન થાય તે ખાસ જોવું. આરોગ્યની દૃષ્ટિએ સારો સમય છે. માનસિક સંતુલન જાળવી રાખવું. તા. 16-17-18 શત્રુવિજય. તા. 21 દ્રવ્યનાશક. કન્યા (પ. ઠ. ણ.) સુખ-સુવિધાઓ વધે. જાહેરજીવનની પ્રગતિ સધાશે. આર્થિક ફાયદો ઉઠાવી શકશો. કૌટુંબિક ધંધામાં પ્રગતિ થાય. સ્વાસ્થ્ય સુધરે. રોગપ્રતિકારક શક્તિ વધે. સંતાનની પ્રગતિ થાય. વાહન ખરીદી શકો. સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત થાય. ખાવા-પીવામાં નિયમિતતા જાળવવી. તા. 15 હતોત્સાહ. તા. 18-19-20 સ્થિરતા રહેશે. તુલા (ર. ત.) વિદેશ વ્યાપારની તકો ઉજ્જવળ બને. મોટા ઉદ્યોગોને ફાયદો થાય. આઉટસોર્સિંગ એજન્સીઓ માટે સારો સમય છે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનો મોકો મળશે. દાંપત્યજીવનમાં ડગ માંડી શકશો. વિઘટનાત્મક સંજોગો ઉપસ્થિત થતા અટકાવવા કોશિશ કરવી. તા. 17 તંગદિલી. તા. 19-20-21 સ્ફૂર્તિદાયક. વૃશ્ચિક (ન. ય.) આકસ્મિક રીતે પ્રગતિનાં નવાં દ્વાર ખૂલશે. જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો. માન-સન્માન મળે. બેંક બેલેન્સ વધે. ગૃહસ્થ જીવનમાં પ્રશ્નોનું નિરાકરણ મળે. બેરોજગારોને આવકનું સાધન મળી રહે. ઉત્તેજના અને ઉશ્કેરાટથી દૂર રહેવું. તા. 15-16-21 કાર્યસિદ્ધિ. તા. 19 મનોવેદના. ધન (ભ. ધ. ફ. ઢ.) આપની રુચિ અને પસંદગીનું કામ કરવાની તક ઊભી થશે. આવકનું સ્તર વધશે. આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચયના બળે કાર્ય સફળતા મળશે. સામાજિક સ્થિતિ સુધરે. અટકેલાં કામોને ગતિ મળે. મૂડીરોકાણ કરવાની દૃષ્ટિ મળે. અશાંતિ અનુભવાય. તા. 16 વ્યથાદર્શક. તા. 17-18-19 ઉત્સાહવર્ધક. મકર (ખ. જ.) બુદ્ધિચાતુર્ય અને વાણીના પ્રભાવથી વ્યવસાયમાં આગળ વધી શકશો. આવક અને રોજગારીની દૃષ્ટિએ સારું સપ્તાહ છે. કાર્યસફળતા મળશે. અઘરાં કામ સરળ બનશે. રાજકીય ક્ષેત્રે સ્થિરતા અનુભવાય. ક્રોધ, આવેશની ઉગ્રતા આપની સફળતા વચ્ચે આડખીલીરૂપ બની શકે. તા. 17 નિરાશા. તા. 19-20-21 અર્થપ્રાપ્તિ. કુંભ (ગ. શ. સ.) લક્ષ્મીસિદ્ધિ તરફ આગળ કદમ ઉઠાવી શકશો. આર્થિક ફાયદો થાય. નિકાસલક્ષી ઉત્પાદનોના વેચાણનો વ્યાપ વધશે. શરદી, ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનથી સાચવવું. મનને વિચલિત કરનારી પરિસ્થિતિનો સામનો કરવો પડે. ઉતાવળે કોઈપણ નિર્ણય ન લેવો. તા. 19-20-21 પ્રવાસથી લાભ. તા. 18 ઉગ્રતા વર્તાય. મીન (દ. ચ. ઝ. થ.) સુખ-સગવડ વધે. નાણાકીય ઉપાર્જન સારું થશે. બચત કરી શકશો. કઠોર નિર્ણયો લઈ શકશો. શેરબજારથી ઘણો ફાયદો થાય. નાણાંની પ્રવાહિતા વધે. મૂડીરોકાણ માટે યોગ્ય નિર્ણય લઈ શકશો. આંખ અને ચામડીને લગતા રોગ સામે રક્ષણ મેળવવું. તા.16-20-21 સ્થિર આવક. તા. 18 આવેગમય. અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 15-02-2026થી તા. 21-02-2026)