LRD પોસ્ટિંગ માટે મહત્વના સમાચાર
LRD પોસ્ટિંગ માટે મહત્વના સમાચાર
Published on: 23rd December, 2025

રાજ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ગાંધીનગર સેક્ટર-11ના રામકથા મેદાન ખાતે CMની હાજરીમાં 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં Dy. CM હર્ષ સંઘવીએ LRD પોસ્ટિંગને લઇને મોટું નિવેદન આપ્યું જેમાં એમણે જણાવ્યું કે LRD ટ્રેનિંગ પછી અને અલગ-અલગ જીલ્લામાં પોસ્ટિંગ પેહલા ઉમેદવારો પાસેથી જીલ્લાઓના ઓપ્શન મંગાવવામાં આવશે.