LRDમાં પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને આજે નિમણૂક પત્રો મળશે, CMની ઉપસ્થિતિમાં ગાંધીનગર રામકથા મેદાનમાં કાર્યક્રમ યોજાશે.
LRDમાં પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને આજે નિમણૂક પત્રો મળશે, CMની ઉપસ્થિતિમાં ગાંધીનગર રામકથા મેદાનમાં કાર્યક્રમ યોજાશે.
Published on: 23rd December, 2025

રાજ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ગાંધીનગર સેક્ટર-11ના રામકથા મેદાન ખાતે CMની હાજરીમાં 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં Dy. CM હર્ષ સંઘવી અને પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ પણ હાજર રહેશે. આ સાથે જ સરકારે પોલીસ દળમાં ખાલી રહેલી 13,591 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત પણ કરી છે.