સિંગલ કે મલ્ટી પોર્ટ? તમારા સ્માર્ટફોન માટે કયું ચાર્જર છે બેસ્ટ !
આજકાલ લોકો પાસે એક કરતાં વધુ ડિવાઇસ હોવાથી મલ્ટી પોર્ટ ચાર્જરની માંગ વધી છે. જોકે, ખરીદી કરતાં પહેલાં જરૂરિયાત સમજવી જરૂરી છે. માત્ર એક-બે ડિવાઇસ માટે વધુ ખર્ચ કરવો ન જોઈએ. મલ્ટી પોર્ટ ચાર્જર ખરીદતી વખતે કુલ વોટેજ ઉપરાંત દરેક પોર્ટનું આઉટપુટ, GaN ટેક્નોલોજી અને PD/PPS સપોર્ટ તપાસવો હિતાવહ છે.
