સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
MCX પર સોનાના ભાવમાં 0.31% નો ઘટાડો નોંધાયો છે, જેના પગલે પ્રતિ 10 ગ્રામ સોનું 451 રૂપિયા ઘટીને 1,46,179 રૂપિયા થયું છે. ચાંદીમાં પણ 0.26% નો ઘટાડો જોવા મળ્યો છે, જે 545 રૂપિયા ઘટીને પ્રતિ કિલોગ્રામ 2,09,935 રૂપિયા થયું છે. તહેવારોની સિઝનમાં ખરીદી કરતા પહેલા આ ભાવ ઘટાડો ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.
