ખૂલતાની સાથે જ મોટા રોકાણકારોએ Jio IPOને વધાવી લીધો...
Jio Platformsના ₹30,213 કરોડના IPOમાં જાહેર રોકાણકારો માટે ખુલતાની સાથે જ પ્રથમ કલાકમાં 83% સબસ્ક્રિપ્શન મળ્યું. સંસ્થાકીય રોકાણકારો (QIBs) દ્વારા ભારે માંગ જોવા મળી, જેમના માટે અનામત હિસ્સો 2.86 ગણો સબસ્ક્રાઇબ થયો. જોકે, રિટેલ રોકાણકારોનો પ્રતિસાદ શરૂઆતમાં ધીમો રહ્યો, માત્ર 13% સબસ્ક્રિપ્શન મળ્યું. IPO દ્વારા એકત્ર થનારી રકમનો ઉપયોગ દેવું ઘટાડવા માટે થશે.
