કેન્દ્ર સરકાર 11 એરપોર્ટના ખાનગીકરણની તૈયારીમાં
કેન્દ્ર સરકાર દેશના 11 વ્યૂહાત્મક એરપોર્ટ્સના સંચાલનને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી કરી રહી છે. આ માટે ડિસેમ્બર સુધીમાં બિડિંગ પ્રક્રિયા શરૂ થશે અને નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં ડીલ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પ્રથમ વખત, નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડીને 'બંડલ મોડેલ' હેઠળ 50 વર્ષની લીઝ પર સોંપવામાં આવશે. રોકાણકારોને આકર્ષવા મુંબઈ, દુબઈ અને સિંગાપોરમાં રોડ-શો યોજાશે.
