ગૂગલના ₹૧૫ અબજ ડોલરના ડેટા સેન્ટર સામે આંધ્રપ્રદેશમાં વિરોધ
ગૂગલના ₹૧૫ અબજ ડોલરના ડેટા સેન્ટર સામે આંધ્રપ્રદેશમાં વિરોધ
Published on: 07th August, 2026

ગૂગલ ₹૧૫ અબજ ડોલરના રોકાણથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં AI ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જેના પગલે સ્થાનિક લોકો અને પર્યાવરણવિદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેટા સેન્ટરના નિર્માણ માટે પહાડીઓ કાપવામાં આવતી હોવાનો દાવો છે, તેમજ તેનાથી પાણી અને વીજળીની અછત સર્જાશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક સામાજિક સંસ્થાએ હાઈકોર્ટમાં અરજી કરતાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, અને આ વિરોધ કોર્ટ કેસમાં પરિણમી શકે છે.