દિવાળી પહેલા ગુજરાતમાં વીજ કટોકટી
ગુજરાતમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચતા ઉદ્યોગકારો રાજ્ય સરકારથી નારાજ છે. ભરૂચથી ઉમરગામ સુધીના ઔદ્યોગિક પટ્ટામાં સાંજે 4થી રાતના 12 વાગ્યા સુધી વીજ કાપ લાદવામાં આવ્યો છે, જેના કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કર્યો છે, પરંતુ સરકાર કેન્દ્ર પાસે વધારાની વીજળી માંગી રહી છે અને બંધ પાવર પ્લાન્ટ્સ ચાલુ કરવા આદેશ આપ્યા છે.
