3.50 લાખ કરોડની બૅંક ડિપોઝિટ મોદી સરકારે વિદેશીઓના ભરોસે મૂકી
કેન્દ્ર સરકાર પર IDBI બેન્કને નજીવી કિંમતે કેનેડાની ફેરફેક્સ ફાયનાન્શિયલ હોલ્ડિંગ્ઝની પેટા કંપનીને વેચી દેવાનો આરોપ મુકાયો છે. બેન્કમાં દેશવાસીઓની રૂ. 3.50 લાખ કરોડની ડિપોઝિટ છે. બેન્ક કર્મચારી યુનિયને આ નિર્ણયનો વિરોધ કર્યો છે, જેને બેન્કનું 'વિદેશીકરણ' ગણાવ્યું છે. આ બેન્કે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર નફો કર્યો છે.
