CMO અધિકારી અને AAP ધારાસભ્ય વચ્ચે બંધબારણે ગુફતગૂ, મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
ગાંધીનગર સચિવાલયમાં CMOના એક અધિકારી અને AAPના ધારાસભ્ય વચ્ચે એક કલાક બંધબારણે ચર્ચા થઈ, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાતનો હેતુ સ્પષ્ટ નથી. દરમિયાન, મહેસૂલ કર્મચારીઓની 14 મુદ્દાઓની હડતાળ સમેટાઈ ગઈ છે, પરંતુ અમદાવાદ કલેક્ટર કચેરીના કર્મચારીઓની બદલીનો મુદ્દો હજુ વણઉકેલ્યો છે.
