CJP નેતાઓના જામીન કેસમાં મેજિસ્ટ્રેટને ધમકી
દિલ્હી પોલીસે કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસના જામીન કેસના વિશેષ મેજિસ્ટ્રેટને ધમકાવવા બદલ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ, રાંકા અને દાસની ન્યાયિક કસ્ટડી અંગે રવિવારે નિર્ણય થવાનો હતો, પરંતુ ધમકીની વાત સામે આવ્યા બાદ સુનાવણી થઈ શકી નહીં. બંનેને 13 ઑક્ટોબરે જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન પકડવામાં આવ્યા હતા અને તિહાર જેલમાં બંધ છે.
