પોરબંદર જિલ્લા સંકલન સમિતિ બેઠક: બાકી વસૂલાત અને પેન્શન કેસનો સત્વરે નિકાલ કરવા સૂચના
પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર એસ. ડી. ધાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી કચેરીઓ વચ્ચે સુદૃઢ સંકલન જાળવી નાગરિકોને યોજનાઓનો લાભ ઝડપથી મળે તે માટે માર્ગદર્શન અપાયું. બાકી વસૂલાત, નાગરિકોની અરજીઓનો નિયત સમયમાં નિકાલ અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ સમયસર પૂર્ણ કરવા સૂચના અપાઈ.
