હાલાર પંથકમાં બાકી વીજબીલ વસૂલાત માટે PGVCLની મેગા ડ્રાઇવ
હાલાર પંથકમાં બાકી વીજબીલ વસૂલાત માટે PGVCLની મેગા ડ્રાઇવ
Published on: 30th September, 2026

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCL દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે એક મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી. આ કાર્યવાહીમાં 347 ટીમો ઉતારવામાં આવી હતી. એક દિવસમાં 8,904 કનેક્શન ડિસકનેક્શન માટે મુકાયા હતા, જેમાંથી 2,036 કનેક્શન કાપી નાખવામાં આવ્યા. 3,456 ગ્રાહકોએ અગાઉ જ રૂ.703.68 લાખ જમા કરાવ્યા હતા. ડિસકનેક્શન બાદ 1,578 ગ્રાહકોએ રૂ.185.43 લાખ ભર્યા. કુલ રૂ.934.75 લાખની વસૂલાત નોંધાઈ.