સરકારી નવા નિયમો: હવે ખાવાના તેલમાં ગ્રાહકો કરી શકશે સરળ ભાવ સરખામણી
સરકારી નવા નિયમો: હવે ખાવાના તેલમાં ગ્રાહકો કરી શકશે સરળ ભાવ સરખામણી
Published on: 08th June, 2026

ભારત સરકારે ખાદ્ય તેલના વેચાણ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ખાદ્ય તેલ ફક્ત સરકાર દ્વારા નિર્ધારિત 9 ચોક્કસ (સ્ટાન્ડર્ડ) સાઈઝના પેકિંગમાં જ વેચી શકાશે. આનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને અલગ-અલગ બ્રાન્ડના તેલના ભાવની સરળતાથી સરખામણી કરવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ છેતરપિંડીથી બચી શકે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને આ નવા નિયમોનું પાલન કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી બજારમાં ભાવની છેતરપિંડી પર અંકુશ આવશે અને ગ્રાહકોને ફાયદો થશે.