ઓટો, ફાર્મા, આઈટીમાં વેચવાલી, બેંકિંગ, મેટલ શેરોમાં તેજી
ઓટો, ફાર્મા, આઈટીમાં વેચવાલી, બેંકિંગ, મેટલ શેરોમાં તેજી
Published on: 22nd August, 2026

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી છતાં ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતે સ્થિરતા જોવાઈ. ફંડોએ ઓટોમોબાઈલ, ફાર્મા અને આઈટી શેરોમાં વેચવાલી કરી. જ્યારે બેંકિંગ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં સિલેક્ટિવ લેવાલી જોવા મળી. FPIs/FIIs દ્વારા રૂ.૫૪૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ, જ્યારે DIIs દ્વારા રૂ.૨૧૨૪ કરોડની ચોખ્ખી ખરીદી કરવામાં આવી. સેન્સેક્સ 3.11 પોઈન્ટ વધીને 77537.72 અને નિફટી 20.15 પોઈન્ટ વધીને 24252 બંધ રહ્યા.