પોરબંદરમાં ડીએલએફસી બેઠકમાં ઉદ્યોગ મંજૂરીઓની ફાઇલ ચકાસણી
પોરબંદરમાં ડીએલએફસી બેઠકમાં ઉદ્યોગ મંજૂરીઓની ફાઇલ ચકાસણી
Published on: 22nd August, 2026

પોરબંદર ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન કમિટી (DLFC) ની સમીક્ષા બેઠકમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ મંજૂરીઓની વિગતવાર ચકાસણી કરાઈ. બેઠકમાં નવી અરજીઓ, રિન્યુઅલ અરજીઓ, અને બોઇલર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતા હેઠળ, પેન્ડિંગ મંજૂરીઓનો ઝડપી નિકાલ કરવા અને રોકાણકારોને વહીવટી સરળતા રહે તે માટે અધિકારીઓને સૂચના અપાઈ. સમયમર્યાદામાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા પર ભાર મુકાયો.