RBI FD નિયમોમાં ફેરફાર: 1 ઓક્ટોબર 2026 થી લાગુ
RBI FD નિયમોમાં ફેરફાર: 1 ઓક્ટોબર 2026 થી લાગુ
Published on: 22nd August, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક ડિપોઝિટના વ્યાજ દરો સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે 1 ઓક્ટોબર 2026 થી લાગુ થશે. આ નવા નિયમોનો હેતુ બેંક FD માં વધુ પારદર્શિતા લાવવાનો છે. હવે એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં ગ્રાહકો સાથે વ્યાજ દરોમાં ભેદભાવ નહીં થાય. સમાન રકમ, મુદત અને શરતો પર FD કરાવનાર તમામ ગ્રાહકોને સમાન વ્યાજ દર મળશે. બેંકોએ પોતાની વેબસાઇટ પર તમામ FD વ્યાજ દરોની માહિતી ઉપલબ્ધ કરાવવી પડશે. 3 કરોડ રૂપિયાથી ઓછી FD પર કોઈ તાત્કાલિક અસર થશે નહીં.