ઓગસ્ટમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ સાધારણ સુધારો
ઓગસ્ટમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ સાધારણ સુધારો
Published on: 22nd August, 2026

વર્તમાન ઓગસ્ટ મહિનામાં દેશની ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ સાધારણ સુધારો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રની મજબૂત કામગીરીને કારણે ઉત્પાદન ક્ષેત્રની નબળાઈની અસર હળવી થઈ છે. ઓગસ્ટનો HSBC પ્રારંભિક Purchasing Managers' Index (PMI) 54.60 રહ્યો, જે જુલાઈમાં 54.30 હતો. નવા ઓર્ડરમાં વધારો થયો, પરંતુ તેની માત્રા તાજેતરના વર્ષોની સરખામણીમાં નીચી છે. સેવા ક્ષેત્રમાં રોજગાર વૃદ્ધિ જોવા મળી, જ્યારે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઘટાડો થયો. કાચા માલના ખર્ચમાં વૃદ્ધિ સાત મહિનાની નીચી સપાટીએ રહી.