ઈ-20 પેટ્રોલના ડરથી પ્રીમિયમ પેટ્રોલની માંગ વધી
ઈ-20 પેટ્રોલના ડરથી પ્રીમિયમ પેટ્રોલની માંગ વધી
Published on: 22nd August, 2026

ઈથેનોલ મિશ્ચિત E-20 પેટ્રોલથી વાહનોની એવરેજ અને એન્જિનના આયુષ્યને લઈને ચિંતા વધી રહી છે. આ કારણે ગ્રાહકો પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળી રહ્યા છે, જેના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઘણા ગ્રાહકો અજાણ છે કે પ્રીમિયમ પેટ્રોલ (જેમ કે XP-95, Speed, Power-95) માં પણ ૨૦% ઈથેનોલ હોય છે. તેઓ વધુ ભાવ ચૂકવીને તેને વાહન માટે વધુ સારું માની રહ્યા છે, જ્યારે કેટલાક હાઈ-ઓક્ટેન રેટિંગને કારણે માઈલેજ પર ઓછી અસર માને છે. ઈથેનોલ મુક્ત ઓક્ટેન ૧૦૦ ફ્યુઅલની પણ પૂછપરછ વધી છે, પરંતુ તેની ઉપલબ્ધતા અને ઊંચા ભાવ તેને મર્યાદિત બનાવે છે.