સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભુજમાં મેગા કૃષિ ધિરાણ કાર્યક્રમ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભુજમાં મેગા કૃષિ ધિરાણ કાર્યક્રમ
Published on: 08th June, 2026

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, જામનગરના પ્રાદેશિક કાર્યાલય દ્વારા કચ્છમાં આયોજિત બે દિવસીય કૃષિ અને ઔદ્યોગિક ધિરાણ આઉટરીચ કાર્યક્રમમાં જનરલ મેનેજર રોહિત કુમારના માર્ગદર્શન હેઠળ ૨૨૨.૫૮ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું. પ્રથમ દિવસે ગાંધીધામ ફૂડ ક્લસ્ટરમાં ફોકસ મુલાકાતોથી રૂ. ૧૩૦ કરોડના નવા ક્રેડિટ પ્રસ્તાવો મળ્યા. બીજા દિવસે ભુજમાં નાબાર્ડના ડીડીએમ નીરજ કુમાર સિંહ અને એલડીએમ મિથલેશ ગામિતે કૃષિ સંભાવનાઓ અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત સાથે પૂર્ણ થયો.