બાગેશ્વર બાબાએ વર્ણવ્યો ભારત-પાકિસ્તાન બોર્ડરનો ચમત્કાર
બાગેશ્વર બાબાએ વર્ણવ્યો ભારત-પાકિસ્તાન બોર્ડરનો ચમત્કાર
Published on: 08th June, 2026

રાજકોટમાં આયોજિત કથા દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત ‘ભેડિયા બેટ’ હનુમાન મંદિરના ચમત્કારિક કિસ્સાનું વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાના અધિકારીઓના આગ્રહથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે, વર્ષો પહેલાં યુદ્ધ બાદ પાકિસ્તાન સરહદમાંથી લાવવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ આજે સેના અને દેશવાસીઓ માટે શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ છે. BSF જવાનો દ્વારા મંદિરની દેખરેખ અને પૂજા-અર્ચના કરવામાં આવે છે.